સુરત : પોલીસના "I Follow" કેમ્પેઈન અંતર્ગત એલ.બી.સવાણી સ્કૂલમાં યોજાયો ટ્રાફિક ફેર-2022

સુરત શહેરની એલ.બી.સવાણી સ્કૂલ ખાતે “આઈ ફોલો” કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
સુરત : પોલીસના "I Follow" કેમ્પેઈન અંતર્ગત એલ.બી.સવાણી સ્કૂલમાં યોજાયો ટ્રાફિક ફેર-2022

સુરત શહેરની એલ.બી.સવાણી સ્કૂલ ખાતે "આઈ ફોલો" કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિક અને વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટના પાછળ ટ્રાફિક નિયમોનું નહીં થતું પાલન અને બેફામ વાહન ચાલકો જવાબદાર છે તેવું કહી શકાય, ત્યારે સુરત પોલીસ દ્વારા શહેરમાં વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા માટે આઈ ફોલો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમ પાળતા લોકોના વાહનો પર આઈ ફોલોના સ્ટીકર લગાડવામાં આવી રહ્યા છે. આ જોતાં સુરત ખાતે એલ.બી.સવાણી ગ્રૂપ ઓફ સ્કૂલ દ્વારા આઈ ફોલો કેમ્પેઈન અંતર્ગત ટ્રાફિક ફેર-2022નું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિધાર્થીઓમાં ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માત અટકાવવા માટે સમજૂતી કેળવાય તે હેતુસર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કેમ્પેઈન દરમ્યાન વિદ્યાર્થીઓએ ટ્રાફિકની સમસ્યા અને નિવારણ માટેના વિવિધ મોડલ્સ બનાવ્યા હતા. સાથે જ હેલ્મેટ ન પહેરવાથી થતું નુકસાન, સીટ બેલ્ટ ન બાંધવાથી થતી જાનહાની, વાહનોની ઓવર સ્પીડને લઈ જન જાગૃતિ લાવવામાં આવી હતી. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories