સુરત : ગ્રામ્ય પોલીસ વડાની અનોખી પહેલ, ઘલુડી હેડક્વોટર્સમાં શરૂ કર્યું "ઘોડિયા ઘર"

સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડક્વોટર્સ ખાતે 5 જેટલા ઘોડિયા મુકી ઘોડિયા ઘરની શરૂઆત કરી છે.

New Update
સુરત : ગ્રામ્ય પોલીસ વડાની અનોખી પહેલ, ઘલુડી હેડક્વોટર્સમાં શરૂ કર્યું "ઘોડિયા ઘર"

સુરત જિલ્લાના ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડક્વોટર્સ ખાતે 5 જેટલા ઘોડિયા મુકી ઘોડિયા ઘરની શરૂઆત કરી છે. મહિલા પોલીસકર્મીઓ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે ગ્રામ્ય પોલીસ વડા દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં વડીલો તેમજ માનસિકો માટે તો અનેક ઘર જોવા મળી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક ઘર શરૂ થયું છે. ગ્રામ્ય પોલીસ વડા ઉષા રાડા દેસાઈએ ઘલુડી હેડકવોટર્સ ખાતે 5 જેટલા ઘોડિયા મુકી ઘોડિયા ઘર શરૂ કર્યું છે. આ ઘોડિયા ઘર શરૂ કરવાનો એક જ ઉદ્દેશ છે કે, ઘલુડી હેડક્વોર્ટસમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહિલા પોલીસકર્મીઓ સારી રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે આ ઘોડિયા ઘરની શરૂઆત કરવામાં આવી છે. ઘોડિયા ઘરની દેખરેખ માટે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 3 મહિલાઓની નિયુક્તિ કરવામાં આવી છે.

Latest Stories