સુરત : વેપારીઓના GST ડેટા વેચાય રહ્યા હોવાની કેન્દ્ર સરકારમાં રજૂઆતને પગલે ખળભળાટ,CAASએ લખ્યો નાણામંત્રીને પત્ર

ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કેન્દ્રીય નાણાંમંત્રીને કરવામાં આવતા ખળભળાટ મચી ગયો

New Update
  • CAAS એસો.નો સૌથી મોટો આરોપ

  • GSTના ડેટા ઓનલાઈન વેચવાનું રેકેટ

  • ડેટા સોલ્યુશન ગેંગ ચલાવી રહી છે નેટવર્ક

  • 10 હજારના પેકેજમાં વેચાઈ રહ્યા છે GST ડેટા

  • ગેંગનું દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડા હબ

  • CA એસો.ને કરી નક્કર પગલા ભરવાની માંગ

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને એક ઔપચારિક પત્ર લખવામાં આવ્યો છે,જેમાં ડેટા સોલ્યુશન નામની ગેંગ દિલ્હી,ગાઝિયાબાદ અને નોઈડાથી વેપારીઓના ઓનલાઇન GSTના ડેટા વેચી રહ્યા હોવાની રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને લખવામાં આવેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે. આ પત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓકરદાતાઓના ગુપ્ત ડેટાના વેચાણથી લઈને રિફંડ વિલંબ અને અપ્રમાણભૂત દંડ સુધીના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે 'ડેટા સોલ્યુશનનામની ગેંગ દિલ્હીગાઝિયાબાદ અને નોઈડામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવી રહી હોવાની વાત પણ પત્રમાં કરવામાં આવી છે. 2B, 3અને e-Way Billનો ડેટા ત્રણ મહિનાના પેકેજમાં વહેંચાય છે.CAASના પ્રમુખ હાર્દિક કાકડિયાએ આ અંગે માહિતી આપી હતી.

સુરત CA એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર હિરેન અભંગીએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં GSTના ડેટા લીક થતા હોવાની માહિતી મળી હતી,અને સરકાર સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છેસરકાર પાસેથી માત્ર ખાતરી નહીંપણ નક્કર પગલાની અપેક્ષા રાખીએ છીએ. વેપારીઓને આજે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે વાત અમારા પત્રમાં સ્પષ્ટ રીતે રજૂ કરવામાં આવી છે. જો આ સમસ્યાઓ પર તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ ન થાયતો સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા દાવ પર લાગી જવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે.

Latest Stories