સુરત: વરાછાના MLA કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર,ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા કાયદામાં સુધારાની કરી માંગ

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદો સુધારો કરવા માંગ કરી છે.

સુરત: વરાછાના MLA કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર,ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા કાયદામાં સુધારાની કરી માંગ
New Update

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ કરવા સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદો સુધારો કરવા માંગ કરી છે.સુરત અને રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બહાર આવી રહી છે. તેમાં પણ સુરતમાં છેલ્લા એક મહિનામાં અનેક ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ થઈ રહ્યાં છે. પરંતુ ભેળસેળ કરનારા વેપારીઓને કડક સજા થતી ન હોવાથી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ બંધ નથી નથી જેના કારણે ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા માટે કડક સજાની જોગવાઈ માટે કાયદામાં સુધારો સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી એ માગણી કરી છે તેઓએ જણાવ્યુ હતું કે સુરતના લોકોના આરોગ્ય માટે હાનિકારક એવા ખાદ્ય ચીજોમાં ભેળસેળ રોકવા માટે જે કાયદાની જોગવાઈ છે. તેમાં સજાની જોગવાઈ ખૂબ ઓછી હોય તેવું લાગે છે. આ ઉપરાંત પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. જેના રિપોર્ટ ખૂબ જ લાંબા સમય પછી આવે છે. ખોરાકમાં ભેળસેળ એ જાહેર આરોગ્ય માટેનું મોટું જોખમ છે. તેનાથી લોકોનું ચૈતન્ય હણાય છે અને ઘણીવાર મોતના મુખમાં પણ ધકેલાય છે અકસ્માતે બનેલા બનાવો માં જો મનુષ્ય વધનો ગુનો લાગતો હોય, તો લોકોના ખોરાકમાં ભેળસેળ કરી લોકોના જીવન સામે જાણી જોઈને જોખમ ઉભું કરી આવું અધમ કૃત્ય કરનાર સામે કાયદામાં સુધારો કરી મનુષ્યવધની કલમ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ કરવામાં આવે અને ભેળસેળ કરતા લોકોમાં કાયદાના ડરનો માહોલ ઉભો થાય તો જ આ ભેળસેળનું દુષણ બંધ થાય તેવું લાગી રહ્યું છે. આવું કહીને તેઓએ ભેળસેળના કાયદાને કડક બનાવવા માટેની માંગણી કરી છે

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #demanding #letter #Varachna MLA #Kumar Kanani #CMBhupendra Patel #food adulteration
Here are a few more articles:
Read the Next Article