સુરત:વીર નર્મદ યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા 50 માર્ક્સની થશે, પરીક્ષાનું નવું માળખુ તૈયાર !

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે.

સુરત:વીર નર્મદ યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષા 50 માર્ક્સની થશે, પરીક્ષાનું નવું માળખુ તૈયાર !
New Update

સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય જાહેર પરીક્ષા 50 માર્ક્સની થશે, જ્યારે હાજરી, એસાઇમેન્ટ અને ઇન્ટરનલ પરીક્ષાના ટોટલ માર્ક્સ 50 થશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ કોમર્સ, આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીની મુખ્ય જાહેર પરીક્ષામાં ફેરફાર કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય જાહેર પરીક્ષા 50 માર્ક્સની થશે, જ્યારે હાજરી, એસાઇમેન્ટ અને ઇન્ટરનલ પરીક્ષાના ટોટલ માર્ક્સ 50 થશે. એટલું જ નહીં, માર્કશીટની ડિઝાઇન પણ બદલાશે.જેમાં ઓ માંડીને સી સુધીનો ગ્રેડ અપાશે તેમજ નાપાસ હશે તો નાપાસ હશે હશે તો એફ, પાસ હશે પી અને એબસન્ટ હશે તો એબી લખાશે. જે પણ વિષય મુજબ લખાશે. આ બાબત યુનિવર્સિટી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને ધ્યાને રાખીને લાવી રહી છે અને તે માટે શિક્ષણ વિભાગે યુનિવર્સિટીને આદેશ કર્યો છે.50 માર્ક્સની મુખ્ય જાહેર પરીક્ષા સાથે 50 માર્ક્સના ઇન્ટરનલ માર્ક્સ માટે યુનિવર્સિટીએ ફેકલ્ટી ડીનોની કમિટી બનાવી છે.જે કમિટી હવે રિસર્ચ કરીને પરીક્ષાનું નવું માળતું તૈયાર કરનારી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Surat #exam #Veer Narmad University #50 marks #New exam structure
Here are a few more articles:
Read the Next Article