સુરતશહેરના ગોડાદરા વિસ્તારમાંકન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાંગરકાવથયો હતો.
મળતી માહિતી અનુસાર,સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર એક યુવક છત્રી લેવા જતા ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો. યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાડો પાણીથી ભરાઈ ગયો હતો. જેથી ફાયર ફાઇટરો સહિત પોલીસે ભારે જહેમત સાથે ખાડામાં ગરકાવ યુવકની શોધખોળ શરૂ કરી હતી.