સુરત : રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મુશ્કેલી તો લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ,લેબગ્રોન જવેલરીની માંગમાં થયો વધારો

સુરતમાં રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છવાયો છે,ત્યારે બીજી તરફ લેબગ્રોન હીરાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે,અને દિવાળી પૂર્વે ઓર્ડરમાં વધારો નોંધાતા તેજીનો માહોલ સર્જાયો છે.

New Update
  • લેબગ્રોન હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ

  • રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદી

  • લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યા છે ઓર્ડર

  • ટ્રમ્પના ટેરીફ બોમ્બના કારણે રિયલ ડાયમંડ થયા મોંઘા

  • લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ડિમાન્ડમાં વધારો

સુરતમાં રિયલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છવાયો છે,ત્યારે બીજી તરફ લેબગ્રોન હીરાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે,અને દિવાળી પૂર્વે ઓર્ડરમાં વધારો નોંધાતા તેજીનો માહોલ સર્જાયો છે.

સુરતને ડાયમંડ ઉદ્યોગોએ ડાયમંડ નગરી તરીકેની ઓળખ આપી છે.પરંતુ રિયલ ડાયમંડ ઉદ્યોગોમાં સર્જાયેલી મંદીએ ડાયમંડ ઉદ્યોગ પર માઠી અસર પહોંચાડી હતી અને અમેરિકાના ટેરિફની પણ અસર આ ઉદ્યોગ પર જોવા મળી છે,તો બીજી તરફ લેબગ્રોન ઉદ્યોગનો ઉદય થયો હોય તેવો માહોલ સર્જાયો છે.

રિયલ ડાયમંડની માંગમાં ઘટાડો થયો છે તો બીજી તરફ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે.મંદીના સમયમાં લેબગ્રોન ઇન્ડસ્ટ્રીએ ઉદ્યોગને ઓક્સિજન આપ્યું હતું અને હવે આ જ ઇન્ડસ્ટ્રી રોજગારી આપવા તરફ પણ આગળ વધી રહી છે.રિયલ ડાયમંડની તુલનામાં લેબગ્રોન ડાયમંડ સસ્તો હોવાના કારણે લોકો હવે પોતાની પહેલી પસંદ લેબગ્રોન તરફ આગળ વધારી રહ્યા છે.

દિવાળીના તહેવાર નિમિત્તે લેબગ્રોન ડાયમંડની જવેલરીની માંગમાં વધારો જોવા મળ્યો છે.ત્યારે દિવાળી વેકેશન પણ ટૂંકાવીને રત્ન કલાકારોને રોજગારી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Latest Stories