સુરત : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 15 હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ

સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.

New Update

દક્ષિણ ગુજરાતમાં ખેતીના પાકને નુકસાન

વરસાદના કારણે ખેતીના પાકમાં પડી જીવાત 

શેરડીના ઉભા પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ 

સફેદ માખીથી ખેડૂતોની ચિંતામાં વધારો 

કૃષિ મંત્રી પાસે ખેડૂતોએ કરી નુક્સાનીના સર્વેની માંગ 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડ અસર ખેતીના પાકમાં જોવા મળી રહી છે.અંદાજીત 15 હજાર એકર જમીનમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો છે,જેના કારણે ખેડૂતોએ ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.ખેતી માટે વરસાદ હવે નુકસાનકારક સાબિત થઇ રહ્યો છે.ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર ખેડૂતોની ચિંતાનું કારણ બન્યો છે,શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતો લાચાર બન્યા છે.15 હજાર એકર શેરડીના પાકમાં નુક્સાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
હાલમાં શેરડીનો પાક ઉભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડ અસર ઉભી થતી હોવાથી ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે,આ અંગે ખેડૂતો દ્વારા રાજ્ય કૃષિ મંત્રી સુધી રજૂઆત કરીને ખેતીમાં થયેલા નુકસાન અંગે સર્વે કરાવીને યોગ્ય સહાય માટેની માંગ કરી રહ્યા છે. 
Latest Stories