/connect-gujarat/media/post_banners/e97d123ab299b21d56da6d8308828c95f7f9230a3040ac5cbb0e70240d05ba93.jpg)
સુરત શહેરના કારગીલ ચોક ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતના મેયર હેમાલી બોઘાવાલા, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સુરતના કારગીલ ચોક ખાતે મેયર હેમાલી બોઘાવાલા, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા શહીદોને પુષ્પાંજલિ સહિત સલામી આપી કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો સાથે જ આવનારા દિવસોમાં નિર્માણ પામનાર શોર્ય મેમોરીયલ-શહીદ સ્મારકમાં કારગીલ યુદ્ધની યાદોનો પણ સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ સ્મારકમાં કારગીલ યુદ્ધના શહીદો વિશેની માહિતી, શહીદ સ્તંભ, બોફોર્સ તોપ, મોર્ટાર, ગન બેરલ જેવા યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રોની નાની પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે, ત્યારે આગામી વર્ષોમાં આ સ્થળે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવું સ્થાનિક તંત્રના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.