/connect-gujarat/media/post_banners/1bdaba0c7cd75ec515e9eb4fb46efc6d926baca8a27c12a2898de8324d336d05.jpg)
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા ગેર વહીવટને દૂર કરવા સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ 5-P થિયરી લઈને સેનેટની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
સુરતની VNSGU ખાતે આગામી દિવસોમાં સેનેટની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તો બીજી તરફ VNSGUમાં છેલ્લા ઘણા સમયથી ગેર વહીવટ ચાલતો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે, ત્યારે સુરત આમ આદમી પાર્ટીના યુવા નેતાઓએ સેનેટની ચૂંટણી લડવા 5-P થિયરી સાથે મેદાને ઉતરવાનું નક્કી કર્યું છે. 5-P થિયરી એટલે પ્રવેશ, પરિક્ષા, પરિણામ, પઠન અને પારદર્શિતા. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા સેનેટ ચૂંટણી માટેના ઉમેદવારો જાહેર કરાયા છે.
જેમાં તમામ 11 સીટ પર ઉમેદવારો જાહેર કરવામાં આવશે. હાલ 5 ફેકલ્ટીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કોમ્પ્યુટર સાયન્સના વિશાલ વસોયા, આર્ટસના યોગેશ માંહ્યવંશી, કોમર્સના પીનલ દુધાત, સાયન્સના કિશન ઘોરી અને હોમિયોપેથીક ફેકલ્ટીના ડો. ચેતના કાછડીયાનો સમાવેશ કરાયો છે. સાથે જ આગામી દિવસોમાં અન્ય સીટ માટે ઉમેદવારો જાહેર કરવામાં આવશે.





































