સુરત : યુવાને શ્રવણશક્તિની દિવ્યાંગતા હોવા છતાં ડેફ ઓલિમ્પિક રાઇફલ શૂટિંગમાં મેળવી સિદ્ધિ,બે જુદી જુદી કેટેગરીમાં મેળવ્યા બે મેડલ

સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે. જન્મથી જ સાંભળી ન શકતા મોહમ્મદ મુર્તઝા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો

New Update
  • ડેફ ઓલિમ્પિકમાં યુવાને મેળવી સિદ્ધિ

  • જાપાનના ટોકિયોમાં યોજાય હતી ડેફલિમ્પિક્સ

  • મજબૂત મનોબળથી યુવાને દેશનું નામ કર્યું રોશન

  • યુવાનને 100 ટકા શ્રવણશક્તિની દિવ્યાંગતા

  • રાઈફલ શૂટીંગ સ્પર્ધામાં મેળવ્યા બે મેડલ   

જાપાનના ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં-2025માં શૂટિંગમાં બે મેડલ જીતી સુરતના યુવકે ઈતિહાસ રચ્યો છે. જન્મથી જ સાંભળી ન શકતા મોહમ્મદ મુર્તઝા આ સિદ્ધિ મેળવનારો ગુજરાતનો પ્રથમ યુવાન બન્યો છે.

સુરતના મોહમ્મદ વાણિયાએ દેશનું નામ રોશન કર્યું છે.19 વર્ષીય મોહમ્મદ વાણિયા જન્મથી સાંભળી શકતો નથી.ગત વર્ષે તેણે વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. હવે જાપાનના ટોકિયોમાં યોજાયેલા સમર ડેફલિમ્પિક્સમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે.19 વર્ષના મોહમ્મદ મુર્તઝા વાણિયાએ રાઇફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલનેશનલ અને સ્ટેટ લેવલ પર અનેક મેડલ મેળવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ગુજરાત અને દેશનું નામ રોશન કરી પરત ફરેલા ખેલાડીનું સુરતમાં ધમાકેદાર સ્વાગત કરાયું હતું. મોહમ્મદ મુર્તઝા વાણિયા રાઇફલ શૂટિંગમાં ઈન્ટરનેશનલનેશનલ અને સ્ટેટ લેવલે અનેક મેડલ પોતાના નામે કરી ચૂક્યો છે.

સુરતનો મોહમ્મદ વાણિયા જન્મથી મૂકબધિર છે. માત્ર ચાર વર્ષની વયે તેમના કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું હતું. અવાજ પહેલી વખતે સાંભળ્યો ત્યારે અન્ય બાળકો ઘણા આગળ હતાપરંતુ તેણે પડકારોથી જ લડવાનું શીખ્યું હતું.હાલ મોહમ્મદ વાણિયા સાર્વજનિક યુનિ.માં B.Sc.ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે.

Latest Stories