સુરત : મહુવાના પશુપાલકે પશુ સંવર્ધનમાં રચ્યો ઇતિહાસ,25 વર્ષમાં 80 હજારથી વધુ પશુઓમાં કર્યું સફળ કૃત્રિમ બીજદાન

પશુપાલન ક્ષેત્રે 'મિરેકલ મેન' તરીકે જાણીતા દીપક પટેલે માત્ર પાંચ ધોરણ સુધીના અભ્યાસ છતાં, તેમણે છેલ્લા 25 વર્ષમાં 80 હજારથી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું

New Update
  • પશુપાલકે પશુ સંવર્ધનમાં રચ્યો ઇતિહાસ

  • દીપક પટેલ મિરેકલ મેન તરીકે જાણીતા બન્યા

  • પશુપાલકે માત્ર પાંચ ધોરણ સુધીનો જ કર્યો છે અભ્યાસ 

  • 80 હજારથી વધુ પશુઓમાં કર્યું સફળ કૃત્રિમ બીજદાન

  • કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા કરાયું સન્માન 

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપક પટેલ આજે પશુપાલન ક્ષેત્રે 'મિરેકલ મેનતરીકે જાણીતા બન્યા છે. માત્ર પાંચ ધોરણ સુધીના અભ્યાસ છતાંતેમણે છેલ્લા 25 વર્ષમાં 80 હજારથી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે.

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપક પટેલ આજે પશુપાલન ક્ષેત્રે 'મિરેકલ મેનતરીકે જાણીતા બન્યા છે. માત્ર પાંચ ધોરણ સુધીના અભ્યાસ છતાંતેમણે છેલ્લા 25 વર્ષમાં 80 હજારથી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે.ભારતમાં પશુઓમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર 35-40 ટકા છેજેની સામે દીપકભાઈ દ્વારા પશુઓમાં કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવે છે,તેનો સફળતાનો દર 80 ટકા જેટલો છે.

તેમના આ નવતર પ્રયોગના પરિણામે પશુઓની દૂધ-ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પશુમાં દૂધ-ઉત્પાદન સરેરાશ દૈનિક 11.3 લીટર છે. રાષ્ટ્રીય સ્તરે આ દર 7.4  લીટર છે. તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા દ્વારા તેમના પ્રેરણાદાયી સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી પણ નિર્મિત કરવામાં આવી છે.

Latest Stories