/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/27123423/maxresdefault-432.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં રૂપિયા 96 લાખની નાણાકીય ઉચાપત થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મંડળીના પ્રમુખ, મંત્રી અને કારોબારી સભ્યો સહિત 16 શિક્ષકો સામે પોલીસ ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, મૂળી તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકો પગારમાંથી બચત કરી શરાફી સહકારી મંડળીમાં રોકાણ કરે છે. આ નાણા કોઇ સભ્યને જરૂર હોય તો આપવાના હોય છે, ત્યારે સહકારી મંડળીમાંથી નાણાની ગોલમાલ થયાની જાણ મંડળીના સભ્યોને થતા જિલ્લા રજીસ્ટ્રારને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા સહકારી મંડળીની કચેરીએ તપાસ કરતાં રૂપિયા 96,01,715નો કોઇ જ હિસાબ ન હતો. જેમાં વધુ પૂછપરછ કરાતા સહકારી મંડળીના પ્રમુખ દેવજી સભાડ અને મંત્રી ધનજી ચૌહાણે પોતાના અંગત ઉપયોગ માટે નાણા ખર્ચી કાઢ્યા હતા, ત્યારે તે નાણાની ભરપાઇ ન કરી ઉચાપત કરવા બદલ મળતા મંડળીના પ્રમુખ, મંત્રી અને ઉપપ્રમુખ સહિત 16 શિક્ષકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.