સુરેન્દ્રનગર કલેકટરે પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ સતાના દૂરુપયોગની નોંધાવી ફરિયાદ

42

થોડા સમય પહેલા ખુદ મુખ્યપ્રધાને કબુલ્યુ હતુ કે મહેસુલ ખાતામા ભ્રષ્ટાચાર છે. ત્યારે આ વાત સાબિત થઈ છે સુરેન્દ્રનગરમા, જી, હા સુરેન્દ્રનગર કલેકટરે પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ એસીબીમા સતાના દૂરુપયોગની ફરિયાદ નોંધાવતા ભ્રસ્ટ અધિકારીઓએ માં ફફડાટ ફેલાઈ ગયો છે . એસીબીમા ગેસ કેડરના અધિકારી ચંદ્રકાંત પંડયા સહિત ત્રણ અધિકારી અને જમિનનો ગેરકાયદે લાભ મેળવનાર શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. સુરેન્દ્રનગર કલેકટર કનકપતિ રાજેશે એસીબીમા પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમા પોતાના અધિકારીઓ દ્વારા સતાનો દુૂરુપયોગ કરી સરકારી જમિન હાઈકોર્ટના ચુકાદા અને સરકારના પરિપત્રનો ખોટા અર્થઘટન કરી ખાનગી ઠેરવી છે. જેની સરકારી જંત્રી પ્રમાણે  કિમંત રૂ.3,23,03,556 થાય છે. ત્યારે હાલ સરકારે ત્રણેય સરકારી કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે તમામ અધિકારીઓના નિવાસસ્થાને સર્ચ પણ હાથ ધર્યુ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડમાં સંપડાયેલા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. તો સાથે જ રાજ્યની આ પ્રથમ ઘટના છે કે જેમા ખુદ આઈએએસ અધિકારી દ્વારા પોતાના જ અધિકારીઓ વિરૂધ્ધ એસીબીમા ફરિયાદ દાખલ કરાવી હોઈ.

LEAVE A REPLY