સુરેન્દ્રનગરના વઢવાણ-લખતર રોડ પર પેપર મિલ નજીક એક ગમખ્વાર હિટ એન્ડ રનની ભયાનક ઘટના બની હતી.જેમાં રવિભાઈ પરમાર, પત્ની દીપિકાબેન પરમાર અને પુત્ર દિવ્યેશ સાથે બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન દેદાદરા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને વાહન લઈને ફરાર થઈ ગયો હતો.આ ભયાનક અકસ્માતમાં દીપિકાબેન અને તેમના પુત્રનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બાઈક ચાલક રવિભાઈ પરમારને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
