સુરેન્દ્રનગર : ખેડૂતો માટે ITના વિદ્યાર્થીઓએ કર્યો “ડિજિટલ ક્રાંતિ”નો આવિષ્કાર, જુઓ કેવી બનાવી મોબાઇલ એપ..!

New Update
સુરેન્દ્રનગર : ખેડૂતો માટે ITના વિદ્યાર્થીઓએ કર્યો “ડિજિટલ ક્રાંતિ”નો આવિષ્કાર, જુઓ કેવી બનાવી મોબાઇલ એપ..!

સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ ખાતે રહેતા અને ITના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ખેડૂત ઉપયોગી એપ્લિકેશનનો આવિષ્કાર કર્યો છે. જેમાં ખેડૂતો હવે આંગળીના ટેરવે પિયત માટેની મોટર સહેલાઇથી ઓન અને ઓફ કરી શકાય છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

હાલના ભાગદોડભર્યા જીવનમાં ખેડૂતોના કિંમતી સમયને બચાવવા તેમજ ખેડૂતો સરળતાથી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તેના ભાગરૂપે સુરેન્દ્રનગર સ્થિત ઝાલાવાડ ખાતે રહેતા IT મિકેનિકલના 4 વિદ્યાર્થીઓ દ્વારા એક મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ખેતરમાં પિયત માટે લગાવેલ મોટર ફક્ત આંગળીના ટેરવે ઓન અને ઓફ કરી શકાય છે. આ મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ ખેડૂત પોતાના ઘરે બેઠા બેઠા પણ કરી શકે છે.

Latest Stories