/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/20130148/IMG-20210520-WA0008.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વધી રહેલ ગેરકાયદેસર ખનીજના ખનન અને વહનની પ્રવૃત્તિને અંકુશમાં લેવા તંત્ર દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સાયલા પોલીસ કાફલાને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતા વાટાવચછ ગામની સીમ દરોડા પાડ્યા હતા. જેમાં ગેરકાયદે રીતે ખનીજનું ખનન વહન થતું હોવાની હકીકત સામે આવી હતી.
વાટાવચછ ગામની સીમમાં ગેરકાયદે ઝડપાયેલ ખાણ બાબતે પોલીસે તુરંત સુરેન્દ્રનગર ખનીજ વિભાગનો સંપર્ક કરતા ખાણ ખનીજ વિભાગની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી. જોકે, પોલીસે છાપો મારતાં હાજર ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં આ પથ્થરની ખાણ જુની જસાપર ગામના નામના શખ્સ દ્વારા ગેરકાયદે રીતે ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું, ત્યારે ગેરકાયદે ધમધમતી કાળા પથ્થરની ખાણ પરથી પોલીસે આશરે 20 લાખ રૂપિયાનું હીટાચી મશીન જપ્ત કર્યુ હતું.
ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા માપણી હાથ ધરાતા અત્યાર સુધી આ ખાણમાંથી આશરે રૂપિયા ૩ કરોડના ખનીજનું ખનન અને વહન કરાયા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે.