સુરેન્દ્રનગર : ખારાઘોડાના રણમાં કામ કરતા અગરિયાઓની વ્હારે આવી તેમની જ યુવતી

New Update
સુરેન્દ્રનગર : ખારાઘોડાના રણમાં કામ કરતા અગરિયાઓની વ્હારે આવી તેમની જ યુવતી

સુરેન્દ્રનગર પાસે આવેલાં ખારાઘોડાના રણમાં ઉનાળાના આકરા તાપમાં અગરિયાઓ મીઠુ પકવી રહયાં છે. દારૂ અને તમાકુના વ્યસનના કારણે અગરિયાઓમાં કેન્સરની બિમારી ફેલાઇ રહી છે ત્યારે અગરિયાઓના પરિવારમાં જ જન્મેલી અને મેડીકલના ક્ષેત્રમાં અભ્યાસ કરનારી યુવતી અગરિયાઓની મદદે આવી છે.

અગરિયા સમુદાયમાં તમાકુ અને દારૂના વ્યસનના લીધે ફેફસાના કેંસરનું પ્રમાણ અને 45થી 48 ડીગ્રી તાપમાનમાં સ્કીન કેંસરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. અગરિયાઓની મહિલાઓમાં માસિક અનિયમીતતાની સાથે બ્રેસ્ટ કેંસરનું પ્રમાણ જોવા મળી રહયું છે. ખારાઘોડાની 21 વર્ષની અગરિયા દિકરી કેંસરમાં એમએસસી કરી મીઠું પકવતા અગરિયાઓમાં કેંસરના નિદાન માટે રણ ખુંદવાની સાથે જાગૃતિ ફેલાવવાની ભગીરથ કાર્ય કરીને માનવતાની મહેંક પ્રસરાવી રહી છે.

21 વર્ષની અગરિયા દિકરી રિધ્ધી જયેશભાઇ બાથાણીએ કપરી પરિસ્થિતિમાં ધો.10 અને 12માં અવ્વલ નંબર સાથે પાસ કરી આગળ માઇક્રો બાયોલાજી સાથે કેંસર વિભાગમાં બીએસસી અને એમએસસીની ડીગ્રી મેળવી છે. તેણે પોતાના માદરે વતન ખારાઘોડા જઇ પોતાના દાદા બાબુભાઇ બાથાણી સાથે ચર્ચા કરી રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં જોવા મળતા ફેફસાના કેંસર, સ્કીન કેંસર અને અગરિયા મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેંસર પર કામ કરવાની ઇચ્છા વ્યકત કરી હતી.

રિધ્ધી બાથાણીએ એના પર રાત-દિવસ કામ કરવાનું શરૂ કર્યુ અને અગરિયા હિત રક્ષક મંચના સ્થાપક હરણેશ પંડ્યા સાથે વાત કરી પોતાને રણમાં અગરિયાઓમાં જોવા મળતા કેંસર માટે કામ કરવાની તૈયારી બતાવી એ કામમાં જોતરાઇ ગઇ. આજે આ યુવતિ મીઠું પકવતા અગરિયાઓમાં જોવા મળતા વિવિધ જાતના કેન્સરોના નિદાન અને જાગૃતિ લાવવાના કામમાં જોતરાઇ ગઇ છે.

Latest Stories