/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/13134739/chotila.jpg)
હાલ કોરોના મહામારી ચાલે છે, ત્યારે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો પણ ચોટીલા નેશનલ હાઇવે પર જુદાજુદા પેતરાઓ અપનાવીને વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે. જેમાં ચોટીલા પોલીસે એડિશનલ કલેક્ટર ગ્રામ્ય, રાજકોટ લખેલ બોર્ડવાળી કારને થોભાવી તેની તપાસ કરતાં તેમાંથી 155 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે 3 ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ચોટીલા નેશનલ હાઇવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતા અનેક વાહનો પસાર થતા હોય છે, ત્યારે ચોટીલા પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે રાજકોટ તરફ જતા હાઇવે પર એડિશનલ કલેક્ટર ગ્રામ્ય, રાજકોટ લખેલ બોર્ડવાળી કારને થોભાવતા તેમાથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 155 જેટલી બોટલ સહિત 5,67,000 રૂપિયાના મુદ્દામાલ સાથે રાજકોટના યશપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ સહિત કિશન નામના 3 ઇસમોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.