સુરેન્દ્રનગર : પાકિસ્તાનથી આવી વસવાટ કરતા 35થી વધુ લોકોએ CAA કાયદા અંગે ભારત સરકારનો માન્યો આભાર

સુરેન્દ્રનગર : પાકિસ્તાનથી આવી વસવાટ કરતા 35થી વધુ લોકોએ CAA કાયદા અંગે ભારત સરકારનો માન્યો આભાર
New Update

પાકિસ્તાનથી આવી સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી

તાલુકાના સડલા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી વસવાટ

કરતા 35થી વધુ લોકોએ CAA બીલનું સ્વાગત કરી

કેન્દ્ર સરકાર, વડાપ્રધાન અને ગૃહમંત્રીનો આભાર માની રહ્યા છે. આમ તો અહી તમામ લોકો આ દેશને હંમેશા પોતાનો જ માનતા હતા. પરંતુ હવે કાયદેસરનો

હક આ બીલ આવવાથી મળ્યો છે જેનો આનંદ અનેરો

છે. આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. તમામને હવે BPL કાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ, હોસ્પિટલના કાર્ડ સહિત રહેવા માટે જમીન અને એના પર મકાન બનાવવા

માટે સહાય પણ કરવામાં આવશે.

publive-image

24 વર્ષ પહેલા પાકિસ્તાનના તન્નોભાગો ગામથી યાતનાથી થાકેલા લોકો કચ્છની

બોર્ડરે આવી પહોચ્યા હતા, ત્યારે પાણી વગર ભૂખ્યા પેટે 3 રાત અને 3 દીવસ બાદ કચ્છના ખાવડા બોર્ડરે પહોચતા ત્યા BSFના જવાનોએ જમવાનું આપ્યુ હતુ તે ક્યારેય

ભૂલાશે નહીં તે ક્યારેય ભૂલાશે નહીં. ભારત દેશને હંમેશા પોતાનો દેશ માનતા હતા, હવે આ બીલથી નાગરીકતા મળતા દીવાળી જેવી ઉજવણીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. પાકિસ્તાનમાં 25થી 30 વર્ષ રહ્યા અને જ્યાર ભાગલા પડ્યા ત્યારે ત્યા રહેતા હતા, પરંતુ અસંખ્ય યાતનાઓ અને ત્રાસ અસહ્ય હતો, અંતે ત્યાંથી નીકળી ગયાને હવે ભારતના ગુજરાતમાં સુખી અને સારૂ જીવન જીવીશુ તેવું આ પરિવાર દ્વારા હર્ષભેર જણાવાયું હતુ.

#Pakistan #Surendranagar #CAA
Here are a few more articles:
Read the Next Article