/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/05114027/files-us-crime-police-shooting_76567f60-5dde-11e8-b354-8e7f0da49342.jpg)
લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતો સરફરાઝ અબ્બાસ વડદરિયા બાઈક લઈને ભલગામડા ગેટ પાસેથી પસાર થઇ રહયો હતો..તે દરમિયાન અન્ય બાઈક પર અંદાજે ત્રણ જેટલા યુવકોએ આવી તેનું બાઇક રોકયું હતું. ત્રણેયે સરફરાઝ સાથે બોલાચાલી કરી તેને હાથ-પગ અને માથાના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયાં હતાં. ઇજાગ્રસ્ત સરફરાજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી પાડવા એસપીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે મૃતક સરફરાજ વડદરીયાને રળોલના જ ધર્મેશ ઉર્ફે કાળુ રાવળદેવ અને અન્ય બે સગીરોની સાથે બોલાચાલી થયેલ હતી તપાસ કરતા આ બોલાચાલી આરોપી ધર્મેશની બેન સાથે સરફરાજને પ્રેમ સંબંધ છે તેવો વહેમ રાખી થઇ હતી. આ બાબતની રીસ રાખી ધર્મેશ અને તેના સાગરિતોએ સરફરાઝ પર વોચ રાખવાની શરૂઆત કરી હતી. અને સરફરાજ લીંબડી ગયો હોવાની માહિતી મળતાં ભલગામડા ગેટ પાસે ગોઠવાય ગયાં હતાં અને સરફરાજની હત્યા કરી નાંખી હતી. આ ગુનામાં પોલીસે ધર્મેશ ઉર્ફે કાળુ રાવળ દેવ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.