સુરેન્દ્રનગર : નગરપાલિકા દ્વારા મુકાયેલા ડસ્ટબીન જ ચોરાઇ ગયા, શહેરમાં બન્યો ચર્ચાનો વિષય

New Update
સુરેન્દ્રનગર : નગરપાલિકા દ્વારા મુકાયેલા ડસ્ટબીન જ ચોરાઇ ગયા, શહેરમાં બન્યો ચર્ચાનો વિષય

સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ શહેરમાં ફેલાતી અસહ્ય ગંદકીના કારણે નગરપાલિકાએ નિર્ણય લઈ લાખોના ખર્ચે જાહેર માર્ગો, પાનના ગલ્લા તેમજ ચોકે ચોકે મોટી સાઈઝના ડસ્ટબિન મૂક્યા હતા, ત્યારે ડસ્ટબિનનને મૂક્યાના 3 માસ બાદ અનેક સ્થળો પરથી ડસ્ટબિન ચોરાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં નગરપાલિકાની નિષ્ક્રિયતા પણ સામે આવી રહી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં મોટાભાગના સ્થળો પરથી ડસ્ટબિન ચોરાઇ જતાં માત્ર તેની એંગલો જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર શહેરની જનતામાં ચર્ચાતી વિગતો અનુસાર, થોડા સમય પહેલાં જ લાખો રૂપિયાનો ખર્ચ કરી નગરને સ્વચ્છ રાખવા માટેનું સ્વપ્ન દુધરેજ નગરપાલિકાએ જોયું હતું, ત્યારે હાલ મૂકવામાં આવેલા ડસ્ટબિનના કેટલીક જગ્યાઓ પર જેની એંગલો જ જોવા મળી રહી છે. મોટાભાગના ડસ્ટબિનની ચોરી થઇ જતાં લાખો રૂપિયાનો ખર્ચ પણ ધૂળધાણી થઈ ગયો છે. શહેરમાં અસંખ્ય સ્થળો પર ડસ્ટબિન અદ્રશ્ય થઈ જતાં નગરપાલિકાના વહીવટદારો સામે પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે ડસ્ટબિન જ ગાયબ થઈ જતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Stories