/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/17141427/mbiqcUdQ.jpg)
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકમાં કોરોના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે પાટડીમાં આરોગ્ય વિભાગ દ્વારા આંખની હોસ્પિટલમાં 20 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતુ, ત્યારે હવે પાટડી પ્રાંત કલેક્ટર દ્વારા પાટડી ગર્લ્સ હોસ્ટેલમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટરમાં 100 જેટલા ઓક્સિજન બોટલની સુવિધા શરૂ કરવા માટેની તજવીજ હાથ ધરાતા નગરજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવે પાટડી નગરના વેપારીઓ, કર્મચારી-અધિકારીઓ, રાજકીય વ્યક્તિઓ તથા જુદીજુદી સંસ્થાઓ સાથે બેઠક કરી હતી. કોરોના સામેના યુદ્ધમાં બધાને સહકાર જ નહીં તો સક્રિયપણે સહભાગી થવા આહવાન કરાયું હતું. જેમાં પાટડીની કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાં 50 બેડવાળું કોવિડ સેન્ટર ઉભું કરવા અને તેમાં પણ તાલુકા સ્તરે 100 ઓક્સિજન સિલિન્ડરો વસાવવા માટે નાગરિક બેન્ક, મીઠા એસોસિએશન અને નગરપાલિકાના સહયોગથી આયોજન કરતા હવે સામાન્ય ઓક્સિજન માટે જિલ્લા સ્તરે દર્દીઓને બીજે નહિ જવું પડે જેથી નગરજનોમાં રાહતની લાગણી ફેલાવા પામી છે.