/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/24122008/maxresdefault-84.jpg)
સુરેન્દ્રનગરના પાટડીના ઝેઝરી ગામે એક જ કોમના લોકો વચ્ચે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા પાંચથી સાત શખ્સોએ આવેશમાં જઇને આઠ રાઉન્ડ ફાયરીંગ કરતા એક મહિલા સહિત કુલ 3 લોકો ઘવાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાટડી તાલુકાના ઝેઝરી ગામે એક જ કોમના કેટલાક લોકો સામે થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરતા ઝેઝરી ગામના પાંચથી સાત જેટલા શખ્સોએ રવિવારે મોડી સાંજે મહિલા સહિત કુલ 3 લોકો સામે પગમાં ફાયરીંગ કરતા ત્રણેયને સારવાર અર્થે તાકીદે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ઝેઝરી ગામે ફાયરીંગ બાદ તમામ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છુટ્યાં હતા. પાટડીના ઝેઝરી ગામે ફાયરીંગની ઘટના બાદ ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા, સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.