/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01165506/gfg.jpg)
ભારત સરકારના MSME મંત્રાલય વિભાગ અને
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બરમાં ત્રણ દિવસ
માટે સુરેન્દ્રનગર ગ્લોબલ ઝાલાવાડ 2019 નું આયોજન કરવામાં
આવ્યું છે. ત્યારે જિલ્લાના યુવા વર્ગના સુ વિચારો છે. તેને રજૂ કરવા માટેનો એક
સેમિનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં ઔદ્યોગિક રીતે આ જિલ્લાનો વિકાસ કરવા માટે
સુ કરી શકી તે માટે મહત્વ ની ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમિનારમાં સુરેન્દ્રનગર માં કપાસ, મીઠું, સ્ટોન પાર્ક, ડેરી,જેવા ઉદ્યોગ હાલમાં ચાલે છે. તેને વધુ વેગ મળી રહે તે
સાથે ઓટો મોબાઈલ જેવા ઉદ્યોગો આવે તે માટે ઝાલાવાડ
ફેડરેશનના પ્રયત્ન કરી રહ્યાં છે. અને તે માટે લોકોના માર્ગદર્શન મળી રહે અને
તેમાં પણ હાલના યુવાનોમાં વિચારો સુ છે.તે બાબતની તેમની
હાલના કોમ્પિટિશન યુગમાં ક્યાં ઉદ્યોગ માટે જિલ્લામાં અનુકૂળ છે. સાથે ઝાલાવાડના
લોકોને રોજગારી મળી રહે અને જિલ્લાના વિકાસ માં આપણે સહભાગી થઈ શકી તે માટે લોકોને
પૂરતું માર્ગદર્શન મળે અને કોઈ પણ ઉદ્યોગકારોને
કોઈ કંપની શરૂ કરવા માટે સરકાર ની મદદ તેમજ તેને પડતી જરૂરીયાત ઉપર પણ આ ફેડરેશનના
સભ્યો મદદ કરી શકે.
સાથે ઝાલાવાડનો વિકાસ થાય તે માટે લોકો આગળ આવે. તેવા સૂચનો કરવામાં આવ્યા હતા.આ યુથ મીટના કાર્યક્રમમાં હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી, સાહિત્ય કલાકાર યોગેશ ગઢવી, વૈજ્ઞાનિક જે.જે. રાવલ,કલાકાર,મિત જાની, કોલેજના યુવાનો અને યુવતીઓ હાજર રહ્યાં હતાં.અને પોતાના વીચારો રજૂ કર્યા હતા. સાથે પર્યાવરણની જાળવણી તેમજ સ્વચ્છતા જાળવણી અને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે પણ કોલેજનાવિદ્યાર્થીઓ એ અનુરોધ કરેલ.