સુરેન્દ્રનગર : પુત્રો અને પુત્રવધુ બન્યા શૈતાન, પૈસા માટે સગી જનેતાના જ રમાડી દીધા રામ

New Update
સુરેન્દ્રનગર : પુત્રો અને પુત્રવધુ બન્યા શૈતાન, પૈસા માટે સગી જનેતાના જ રમાડી દીધા રામ

સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલ વડનગરમાં માતા પાસે રૂપીયા માંગતા માતાએ રૂપીયા આપવાની ના પાડતા સગા 2 પુત્રો અને પુત્રવધુએ સાથે મળી 65 વર્ષના વૃધ્ધ માતા પર લાકડાના ફટકા મારી ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે સગા પુત્રો દ્વારા માતાની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચોમેરથી હત્યારાઓ પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

"માં તે માં બીજા બધા વગડાના વા" આ એક કહેવત છે. પરંતુ પૈસા માટે જ 2 પુત્રો અને પુત્રવધુએ સગી જનેતાના રામ રમાડી દીધા છે. વડનગર વિસ્તારમાં 65 વર્ષીય સવિતા દુધરેજીયા તેમના બન્ને પુત્રો અને પુત્રવધુ સાથે રહેતા હતા, ત્યારે સવિતાબેનના પુત્રોએ સવિતાબેન પાસે રૂપીયા માગ્યા, પરંતુ સવિતાબેને રૂપીયા આપવાની ના પાડતા પુત્ર મનસુખ દુધરેજીયા, ભરત દુધરેજીયા અને પત્રવધુ સંગીતા દુધરેજીયા ઉશ્કેરાઈ ગયા હતા. જેમાં સવિતાબેન સાથે ઝગડો કરી અને તેમના પર લાકડાના ફટકા મારી ફરાર થઇ ગયા હતા. જેથી આડોસ પાડોસના લોકો લોહી લુહાણ હાલતમાં સવિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા. પરંતુ સારવાર કારગત નહી નિવડતા સવિતાબેનનું મોત થયુ હતું.

સમગ્ર ધટનાની જાણ થતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોચી અને તપાસ હાલત ધરી હતી. જેમાં નાસી છુટેલા આરોપીઓ મનસુખ દુધરેજીયા અને ભરત દુધરેજીયા તેમજ સંગીતા દુધરેજીયાને ઝડપવા ચક્રો ગતિમાન કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસને બાતમી મળતા આરોપીઓને શહેરમાં જ છુપાયા હોઇ છાપો ઝડપી લીધા હતા.

ત્રણેય આરોપીઓના સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા મોકલતા આરોપી પુત્રવધુને પોઝેટીવ આવતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. માતાની હત્યા કરનાર આરોપીઓ મનસુખ અને ભરતની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેથી બન્ને આરોપીઓએ પ્રાથમિક પુછપરછમાં માતાએ રૂપીયા નહી દેતા આ હત્યા કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories