સુરેન્દ્રનગર: સુરસાગરડેરીએ અમુલ પાવર દાણના ભાવમાં કર્યો ઘટાડો, પશુપાલકોને પડતી આર્થિક નુકશાની અંગે લેવાયો નિર્ણય

New Update
સુરેન્દ્રનગર: સુરસાગરડેરીએ અમુલ પાવર દાણના ભાવમાં કર્યો ઘટાડો, પશુપાલકોને પડતી આર્થિક નુકશાની અંગે લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીને લીધે પશુપાલકો હેરાન પરેશાન થઇ ગયા છે, ત્યારે વઢવાણની સુરસાગર ડેરી દ્વારા અમુલ પાવર દાણમાં ઘટાડો કરાયો છે.

સુરસાગર ડેરી દ્વારા અમુલ પાવર દાણમાં ઘટાડા સાથે 50 કિલો બોરીના રૂ. 920 લેખે લેવા અંગે નિર્ણય કર્યો છે. આથી રૂ. 40નો ઘટાડો થતા હજારો પશુપાલકોને મોટી આર્થિક રાહત થશે. ઝાલાવાડમાં કોરોનાના કાળમાં દરેક લોકો ભાવ વઘારાના કારણે આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે, ત્યારે પશુપાલકોને પડતી આર્થિક નુકશાની અંગે સુરસાગર ડેરીના ચેરમેન બાબા ભરવાડે પશુઓના દાણના ભાવમાં ઘટાડો કર્યો છે. જેમાં અમુલ પાવર દાણના ભાવમાં તા. 25 જુલાઇથી બોરી દીઠ રૂ. 40નો ઘટાડો કરાયો છે. આથી દૂધ ઉત્પાદકો રૂ. 920માં બોરી મેળવી શકે છે.

Latest Stories