• કચ્છના નાના રણમાં વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી

  • ઉનાળામાં વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા આયોજન

  • વન વિભાગ દ્વારા એક મોટું જલ-પરબ‘ અભિયાન શરૂ કરાયું

  • કૃત્રિમ જલકુંડ બનાવીને ટેન્કરો દ્વારા મીઠું પાણી પહોચાડ્યું

  • જલ-પરબ‘ અભિયાન વન્યજીવો માટે સંજીવની બની ગયું

સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણમાં હાલ આકરા ઉનાળાના સમયમાં વન વિભાગે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક મોટું જલ-પરબ‘ અભિયાન શરૂ કર્યું છે. 

સુરેન્દ્રનગરના લિટલ રણ ઓફ કચ્છની કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગે વન્યજીવોના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એક મોટું જલ-પરબ‘ અભિયાન શરૂ કર્યું છે. રણના આકરા ઉનાળામાં જ્યારે તાપમાન ૪૩ ડિગ્રીને પાર પહોંચે છેત્યારે અબોલ જીવો પાણી વિના દમ ન તોડે તે માટે છેવાડાના વિસ્તારો સુધી કૃત્રિમ જલકુંડ બનાવીને ટેન્કરો દ્વારા મીઠું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

વહીવટી તંત્રની તત્પરતા અને વનકર્મીઓની દોડધામના કારણે હજારો વન્યજીવોને હોળી જેવા તાપમાં નવી જિંદગી મળી રહી છે. આકરી ગરમીમાં શેકાતા લિટલ રણ ઓફ કચ્છમાં અત્યારે વન વિભાગનું આ જલ-પરબ‘ અભિયાન વન્યજીવો માટે સંજીવની બની ગયું છે. રણ અને વન્ય વિસ્તારોના ખૂણેખૂણામાં કૃત્રિમ જલકુંડો તૈયાર કરાયા છે. આ કુંડાઓમાં નિયમિત અંતરે મોટાં ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છેજેથી ધોમધખતા તાપમાં વસતાં અસંખ્ય પશુ-પંખીઓની તરસ સમયસર છિપાઈ રહી છે.

જોકેકચ્છના નાના રણના આ દુર્ગમ વાતાવરણમાં વન વિભાગની ટીમો સતત સક્રિય છે. વન્યજીવોની અવરજવરવાળા વિસ્તારોને ટ્રેક કરીને બરાબર ત્યાં જ કુંડા ગોઠવવામાં આવ્યા છે. ઘાયલ કેબીમાર પ્રાણીઓની ત્વરિત સારવાર માટે અદ્યતન રેસ્ક્યૂ વેન કાર્યરત છેતો પક્ષીઓ માટે પણ નાનાં પાત્રો મુકીને ચણની વ્યવસ્થા ઊભી કરાઈ છે.

રણના ગૌરવ સમાન એશિયાઈ જંગલી ગધેડા એટલે કે ઘુડખરનીલગાય અને શિયાળ જેવાં પ્રાણીઓને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન ભટકવું પડે તે માટે આ સરાહનીય ગોઠવણ કરવામાં આવી છે. સ્થાનિક વનકર્મીઓની સખત મહેનત અને અવિરત જળ પુરવઠાને કારણે રણનું આ નાજુક નિવસનતંત્ર આજે સુરક્ષિત છે. કપરા ઉનાળામાં અબોલ જીવોને મળી રહેલો આ આશરો માત્ર વન્યજીવ સંરક્ષણ નથીપરંતુ પર્યાવરણીય પડકારો સામે લડવા અને જૈવવિવિધતાને બચાવવા માટેની ગુજરાતની એક ઉત્કૃષ્ટ અને મક્કમ પ્રતિબદ્ધતા છે.