સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લીંબડીમાં અલગ-અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યકરો અને યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિવ્યાંગ બાળકો સાથે ભોજન કાર્યક્રમમાં પણ પ્રદેશ પ્રમુખ જોડાયા હતા અને બાળકો સાથે સમય વિતાવ્યો હતો. આ ઉપરાંત લીંબડી ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનો સાથે સીધો સંવાદ કરી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખે યુવાનો સાથે વાતચીત કરી તેમના વિચારો અને પ્રશ્નો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બુથ પ્રમુખો સાથે ટિફિન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકરો સાથે બેસીને ભોજન કરવાની સાથે સંગઠનાત્મક કામગીરી અને બુથ સ્તરની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આમ, લીંબડીમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં એક જ દિવસ દરમિયાન સામાજિક સેવા, યુવા સંવાદ અને સંગઠનને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રક્તદાન શિબિરથી લઈને દિવ્યાંગ બાળકો સાથે ભોજન, યુવાનો સાથે સંવાદ અને બુથ પ્રમુખો સાથે ટિફિન બેઠક સુધીના કાર્યક્રમોમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી.
