બંગાળથી પકડાયેલ તહરીક-એ-મુજાહિદ્દીનના આતંકવાદીનું કાશ્મીર સાથે કનેક્શન
કાશ્મીર અને બંગાળ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાંથી કાશ્મીરના આતંકવાદી સંગઠન તહરીક-એ-મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી છે. તે કેનિંગમાં તેના સંબંધીના ઘરે છુપાયો હતો.