નાગપુરને સળગાવવાના ષડયંત્રનો સોશિયલ મીડિયા દ્વારા પર્દાફાશ
નાગપુરને સળગાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન નાગપુર સાયબર પોલીસને કેટલીક ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પોસ્ટ મળી છે જેમાં ભારત વિરુદ્ધ ઘણી ભડકાઉ વાતો કહેવામાં આવી છે.
નાગપુરને સળગાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન નાગપુર સાયબર પોલીસને કેટલીક ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પોસ્ટ મળી છે જેમાં ભારત વિરુદ્ધ ઘણી ભડકાઉ વાતો કહેવામાં આવી છે.
સોમવારે નાગપુરમાં થયેલી હિંસા પાછળ ફહીમ ખાનનો હાથ હોવાનું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફહીમ ખાને 500 થી વધુ લોકોને ભેગા કર્યા અને હિંસા ભડકાવી. ટોળાએ મહિલા પોલીસકર્મીઓની છેડતી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર હુમલો કર્યો હતો.
નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબના મકબરા પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો અને જેસીબીને આગ લગાડવા, તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓની તપાસ શરૂ કરી છે.