અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલી UPL યુનિવર્સિટી સામે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, ટેન્કર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર બેકાબૂ બની ગયું હતું.બેકાબૂ બનેલા ટેન્કરે યુનિવર્સિટી બહાર પાર્ક કરાયેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ટેન્કર બેકાબૂ બની વાહનો સાથે અથડાતું સ્પષ્ટ જોવા મળે છે.અકસ્માત સમયે યુનિવર્સિટીની એક બસ ત્યાંથી પસાર થઈ રહી હતી, પરંતુ તેનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
