તાપી : ભાજપના નેતાની પૌત્રીની સગાઇમાં ઉમટયું માનવ મહેરામણ, સેંકડો લોકો ડીજેના તાલે ગરબે ઘુમ્યાં

New Update
તાપી : ભાજપના નેતાની પૌત્રીની સગાઇમાં ઉમટયું માનવ મહેરામણ, સેંકડો લોકો ડીજેના તાલે ગરબે ઘુમ્યાં

રાજય સરકારના નિયમોની ખુદ તેમની જ પાર્ટીના નેતાઓ ધજાગરા ઉડાવી રહયાં છે. કોરોના વાયરસના સંક્રમણના નામે સરકારે લગ્ન સમારંભોમાં માત્ર 100 લોકો હાજર રહી શકશે તેવો નિયમ બનાવ્યો છે પણ ભાજપના નેતાની પૌત્રીની સગાઇમાં નિયમના સરેઆમ ધજાગરા ઉડી ગયાં હતાં.

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે તેવા નિયમો સરકારે બનાવ્યાં છે. જો કે, સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડલાઈનના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય તેવા વીડિયો સામે આવ્યાં છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય છે. ભાજપના માજી ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી કાંતિ ગામીતના પૌત્રીની સગાઈ પ્રસંગમાં એકઠા થયેલા લોકો સમૂહમાં ગરબા કરતાં જોવા મળે છે. સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈનના ઘજાગરા ઉડાવવામાં આવે છે. માસ્ક નહિ પહેરનારા સામાન્ય લોકો પાસેથી સરકાર એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરે છે ત્યારે ભાજપના નેતા સામે કાર્યવાહી કરવાની હિમંત સરકાર, પોલીસ કે તંત્ર બતાવશે ખરૂ તેવો સવાલ રાજયનો સામાન્ય નાગરિક પુછી રહયો છે.

Latest Stories