તાપી : બિલ્ડરની હત્યાની સોપારી આપનાર નવીન ખટિક મહારાષ્ટ્રથી ઝડપાયો, અન્ય નામો પણ ખુલવાની શક્યતા..!

New Update
તાપી : બિલ્ડરની હત્યાની સોપારી આપનાર નવીન ખટિક મહારાષ્ટ્રથી ઝડપાયો, અન્ય નામો પણ ખુલવાની શક્યતા..!

તાપી જિલ્લામાં ચકચારિત બનેલી બિલ્ડર નિશિષ શાહની હત્યાની સોપારી આપનાર આરોપીને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશાથી ઝડપી પાડ્યો છે. હાલ તો બિલ્ડરની હત્યા કયા કારણોસર કરવામાં આવી હતી, તે હજુ બહાર આવ્યું નથી, ત્યારે આ પ્રકરણમાં અન્ય મોટા માથાના નામો ખુલવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

તાપી જિલ્લાના વ્યારા નગરમાંથી પસાર થતા હાઇ-વે પર ગત તા. 14 મેના રોજ વ્યારાના રહેવાસી અને બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા નિશિષ શાહ તરબૂચ લેવા ઉભા હતા, ત્યારે ચાર હત્યારાઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી નિશિષની હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ એક પછી એક આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા હતા, ત્યારે હવે સોપારી આપનાર નવીન ખટિક નામના આરોપીને તાપી પોલીસે મહારાષ્ટ્રના પ્રકાશાથી ઝડપી પાડ્યો છે.

તાપી પોલીસે આ પ્રકરણમાં અત્યાર સુધીમાં નવીન ખટિક સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. હાલ તો તાપી પોલીસે બિલ્ડર નિશિષ શાહની હત્યા કયા કારણોસર કરવામાં આવી હતી તે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, બહુચર્ચિત હત્યાના બનાવમાં મોટા માથાના નામો પણ ખુલવાની શક્યતા સેવાઇ રહી છે.

Latest Stories