તાપી : આડા સંબંધ આવ્યા સુખી લગ્નજીવનને આડે, પ્રેમિકાના પતિની હત્યા કરનાર હત્યારો પ્રેમી પોલીસના હાથે ઝડપાયો

તાપી : આડા સંબંધ આવ્યા સુખી લગ્નજીવનને આડે, પ્રેમિકાના પતિની હત્યા કરનાર હત્યારો પ્રેમી પોલીસના હાથે ઝડપાયો
New Update

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કપડબંધ ગામે 2 દિવસ અગાઉ હત્યા કરાયેલી હાલતમાં 40 વર્ષીય એક આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યારાનું પગેરું શોધી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, સોનગઢ તાલુકાના નાનકડા એવા કપડબંધ ગામે એક ઇસમનો શરીરના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરાયેલી મૃતદેહ મળી આવ્યો હતો, ત્યારે સોનગઢ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરતાં મૃતક ઈસમ મહેશ ગામીત ગામની સિમમાં માછલી પકડવા માટે ગયો હતો, ત્યારે એકલતાનો લાભ લઇ અજાણ્યા ઇસમે મહેશ ગામીતની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


સમગ્ર ઘટનામાં સોનગઢ પોલીસે જુદી જુદી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો, ત્યારે તપાસ દરમ્યાન પોલીસને એક મહત્વની કડી મળી અને તેમાં જાણવા મળ્યુ હતું કે, હત્યાની ઘટના પ્રેમ પ્રકરણમાં થઈ હતી. હત્યારા પ્રેમીએ તેની પ્રેમિકા જોડે રહેવા માટે પ્રેમિકાના પતિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. હત્યારા પ્રેમી એવા કાંતિ ગામીતે મૃતક મહેશ ગામીતને શરીરના ભાગે કુહાડીના તીક્ષ્ણ ઘા મારી હત્યા કરી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પરંતુ પોલીસની ઉંડાણપૂર્વક તપાસમાં આરોપી પ્રેમીને ઝડપી પાડતા પ્રેમીએ પોતાનો ગુનો કબુલ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે આરોપી પ્રેમી કાંતિ ગામીતની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

#Connect Gujarat #Tapi News
Here are a few more articles:
Read the Next Article