તાપી : વ્યારાના બિલ્ડરની હત્યા પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર

New Update
તાપી : વ્યારાના બિલ્ડરની હત્યા પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર

તાપી જિલ્લાના વ્યારા નગરમાં થયેલી બહુચર્ચિત બિલ્ડરની હત્યા પ્રકરણમાં પોલીસે વિવિધ દિશામાં તપાસ કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 2 હત્યારા અને હત્યાની ઘટનામાં મદદગારી કરનાર 2 આરોપીઓનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દુર છે જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરમાંથી પસાર થતા હાઇવે પર ગત તા. 14 મેના રોજ રાત્રીના અરસામાં બિલ્ડર નિશિષ શાહ તરબૂચ લેવા ઉભા હતા. તે દરમ્યાન 4 ઈસમોએ ગાડીમાં આવી તલવાર અને ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાખી હતી. ઘટનાના પગલે પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તાપી પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે કારની નંબર પ્લેટ અને વિવિધ સર્વેલન્સ હાથ ધરી હાલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 4 હત્યારાઓ પૈકી 2 હત્યારા સુરતના રહેવાસી પ્રતીક ચુડાસમા અને નવીન ચુડામણ તેમજ હત્યામાં મદદગારી કરનાર વ્યારાનો પરિમલ સોલંકી અને મઢીના ટીકલો રબારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વ્યારા ખાતે રહેતો નવીન ખટિક જે હાલ ફરાર છે, તેણે બિલ્ડરની હત્યા માટે 4 આરોપીઓને 80 હજારની સોપારી આપી હતી, ત્યારે હાલ તો નવીનના પકડાયા બાદ જ સમગ્ર હત્યાની ઘટનાને અંજામ આપવા પાછળનું રહસ્ય ખુલશે તેમ લાગી રહ્યું છે. જોકે, પોલીસ પકડથી દૂર અન્ય આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Latest Stories