ભરૂચના હાંસોટ તાલુકાના મામલતદાર રાજન વસાવાની અંકલેશ્વર ખાતે બદલી થતાં શિક્ષક સંઘ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો.હાંસોટ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન શિક્ષક સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી સન્માનિત કર્યા અને તેમના કાર્યકાળ દરમિયાન આપેલ સહકાર અને સુવ્યવસ્થિત વહીવટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 

Rajan Vasava Mamlatdar

વક્તાઓએ જણાવ્યું હતું કે રાજન વસાવાએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણ અને વહીવટી ક્ષેત્રે સકારાત્મક કામગીરી કરી હતી, જે યાદગાર રહેશે.
આ પ્રસંગે શિક્ષક સંઘના હોદ્દેદારો, સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની નવી નિમણૂક માટે શુભેચ્છાઓ પાઠવી હતી.