વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસ માટે શિખર ધવનને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન બન્યો છે. ઈંગ્લેન્ડમાં રમાનારી ટી-20 અને વન ડે શ્રેણી બાદ ભારતને વિન્ડિઝના પ્રવાસે જવું પડશે, જ્યાં ત્રણ વન ડે રમાવાની છે. બીસીસીઆઈ દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, જસપ્રિત બુમરાહ જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા

શિખર ધવન (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુબમન ગિલ, દીપક હૂડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ