ભાવનગર જિલ્લા જેલમાંથી કેદીઓએ અક્ષર-અક્ષરે આધ્યાત્મિકતાનો નવો ઇતિહાસ લખ્યો છે. કેદીઓ દ્વારા એક-બે નહીં પરંતુ 3 કરોડ 51 લાખ 78 હજાર 500થી વધુ મંત્રોનું શ્રદ્ધાપૂર્વક લેખન કરવામાં આવ્યું છે.
ભાવનગર જિલ્લા જેલમાંથી એક ખૂબ જ અનોખી અને પ્રેરણાદાયી ખબર સામે આવી છે! જેલમાં બંધ કેદીઓએ અક્ષર-અક્ષરે આધ્યાત્મિકતાનો નવો ઇતિહાસ લખ્યો છે. કેદીઓ દ્વારા એક-બે નહીં પરંતુ 3 કરોડ 51 લાખ 78 હજાર 500થી વધુ મંત્રોનું શ્રદ્ધાપૂર્વક લેખન કરવામાં આવ્યું છે.કેદીઓમાં સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને હૃદય પરિવર્તન લાવવાના હેતુથી, જેલ સુપ્રિટેન્ડેન્ટ ડી.ડી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું હતું. કાળિયાબીડ સ્થિત દેવસ્થાન રામમંત્ર મંદિરના સહયોગથી કેદીઓને મંત્રલેખન પુસ્તિકાઓ આપવામાં આવી હતી.
કેદીઓએ રામનામ, સીતારામ, નમઃ શિવાય, ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય જેવા વિવિધ મંત્રો લખીને ભરેલી પુસ્તિકાઓ જેલ પ્રશાસનને સોંપી છે. આ અનોખી પહેલ આજે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
