કટકમાં રમાયેલી છેલ્લી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી.
કટકમાં રમાયેલી છેલ્લી અને
નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે
ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. આપને જણાવી દઈએ કે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટે
જીતી હતી. આ પછી, બીજી વનડેમાં ભારતે
મુલાકાતી ટીમને 107 રનથી હરાવીને શાનદાર વાપસી કરી હતી. કટકમાં શ્રેણીની નિર્ણાયક
વનડે મેચમાં ભારતીય ટીમે વિન્ડિઝને હરાવી શ્રેણીને પોતાના નામે કરી હતી.
કટકમાં વેસ્ટ ઈન્ડિઝ
સામેની આ શ્રેણીની જીત સાથે ભારતે કેરેબિયન ટીમ સામે સતત 10 વનડે શ્રેણી જીતવા
માટે સિધ્ધી હાંસિલ કરી છે. કટકના બારાબતી
સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ વેસ્ટ ઇન્ડીઝની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ
315 રન બનાવ્યા હતા. વિન્ડિઝે ભારતને મેચ અને શ્રેણીની જીત માટે 316 રનનો
લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 48.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું.