Connect Gujarat
ટેકનોલોજી

60 પૃથ્વી સમાઈ જાય એટલુ મોટું કાણું! સૂર્યમાં પડેલો હૉલ 8 લાખ કિ.મી.પહોળો થયો, વૈજ્ઞાનિકો થયા ભયભીત.....

મળતી માહિતી અનુસાર સૂર્યની સપાટી પર એક મોટું કાણું પડી ગયું છે. જેની પહોળાઈ 8 લાખ કિલોમીટર હોવાનો અંદાજ છે.

60 પૃથ્વી સમાઈ જાય એટલુ મોટું કાણું! સૂર્યમાં પડેલો હૉલ 8 લાખ કિ.મી.પહોળો થયો, વૈજ્ઞાનિકો થયા ભયભીત.....
X

મળતી માહિતી અનુસાર સૂર્યની સપાટી પર એક મોટું કાણું પડી ગયું છે. જેની પહોળાઈ 8 લાખ કિલોમીટર હોવાનો અંદાજ છે. એટલે કે તેમાં 60 પૃથ્વી સમાઈ શકે છે. આ કાણાંમાંથી સુપરફાસ્ટ સૌરલહેર પૃથ્વી તરફ આપી રહી છે. તીવ્ર રેડીએશન વાળી આ લહેર ઝડપથી પૃથ્વી તરફ આવી રહી છે. વૈજ્ઞાનિકો પણ અચાનકથી પડેલા આ મોટા કાણાંને જોઈને ડરી ગયા છે. આ કાણું સૂર્યની ભૂમધ્ય રેખા પર પડ્યું છે. તેની શોધ 2 ડિસેમ્બર 2023ના રોજ થઈ હતી. 24 કલાકમાં તે 8 લાખ કિમી ફેલાઈને પહોળું થઈ ગયું હતું. આમ તો આ હૉલ અસ્થાયી છે પણ વૈજ્ઞાનિકો ચિંતિત છે.

આ કાણાં માંથી ભયાનક સ્તરે રેડીએશન નીકળી રહ્યું છે. જે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ કાણાંને કોરોનલ હૉલ કહેવામા આવે છે. આ હોલ ત્યારે બને છે જ્યારે સૂર્યને એક જ જ્ગ્યા પર રોકી રાખતી મેગ્નેટિક ફિલ્ડ અચાનક જ ફાટી જાય છે. ત્યારે ગેપ વાળી જગ્યાએ ઊંડું કાણું પડી જાય છે. એટલે કે સૂર્યની સપાટી પર જો ગરમ હીલિયમ રિએકટ કરતું હોય તો થોડીવાર માટે એ જ્ગ્યાએથી હતી જાય છે. આ કાણાંમાંથી પછીથી સુપર ફાસ્ટ રેડિયેશન નીકળે છે.

આ કાણું સૂર્યની ચળકતી સપાટી પર કાળા રંગના ડાઘાની જેમ દેખાય છે. જેને સન સ્પોટ કહે છે. જેને જોવા માટે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો સહારો લેવો પડે છે. આ ડાર્ક સ્પોટમાંથી નીકળતું રેડિયેશન સાધારણ સોલર વિન્ડ પવનથી અનેક ગણો ઝડપી હોય છે.

Next Story