Connect Gujarat
ટેકનોલોજી

ભરૂચ: આ પુત્રવધુએ PM નરેન્દ્ર મોદીની યોજનાથી સાસરીયાનું નામ રોશન કર્યું,જુઓ શું છે કહાની

X

ભરૂચ જિલ્લાના સીમલીયા ગામના પટેલ પરિવારની પુત્રવધુએ મન હોય તો માળવે જવાયની ઉકતિ સાચા અર્થમાં સાર્થક કરી છે.હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે અને મહત્વની વાત એ છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકસ પણ કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે.પાયલોટ બની વિમાન ઉડાવાની ઈચ્છા ધરાવનાર ક્રિષ્ના પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે.જે પોતાની આંગળીઓથી ડ્રોનને ફરાવે છે પરંતુ જેના માટે તેણે સંપૂર્ણ ટ્રેનિંગ મેળવી છે.

કૃષ્ણાબેન ગૃહિણી હોવાથી ગામના ઓમ સખી મંડળમાં જોડાઈ હતી.આ વર્ષ 2024માં સરકારની નમો ડ્રોન દીદી યોજના અમલમાં આવી હતી.પાલેજના GNFCના ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતા જ તેણે આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં GNFC કંપની દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ઇન્ટરવ્યુમાં સમગ્ર ગુજરાતમાંથી 20 મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં કૃષ્ણાબેન પણ હતા. તેમણે ડ્રોન ઉડાવવાની તાલીમ અમદાવાદની ઇન્ડ્સ યુનિવર્સિટી માં પ્રેક્ટિકલ અને થિયેરી શીખવવામાં આવી હતી.જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે એળખાય છે.પહેલા ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થયા ઘણી જ ચામડીઓના રોગ પણ થતા હતા.પરંતુ આ ડ્રોનના કારણે એક દમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરોમાં દવા છાંટી શકશે.

Next Story