Connect Gujarat
ટેકનોલોજી

Paytm પર RBIની મોટી કાર્યવાહી, આ તારીખ પછી બેકિંગ સર્વિસ પર રોક, નવા ગ્રાહકો પર પણ પ્રતિબંધ

Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.

Paytm પર RBIની મોટી કાર્યવાહી, આ તારીખ પછી બેકિંગ સર્વિસ પર રોક, નવા ગ્રાહકો પર પણ પ્રતિબંધ
X

ઓનલાઈન પેમેંટ સર્વિસ આપતી કંપની Paytmને ભારતીય રિઝર્વ બેંક તરફથી મોટો ઝટકો મળ્યો છે. બુધવારે આ કંપની પર નવા કસ્ટમર જોડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યું છે. એટલે કે હવે PPBLની સાથે નવો કોઈ કસ્ટમર જોડાઈ શકશે નહીં. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ નિર્ણય તાત્કાલિક ધોરણે લાગૂ કરવામાં આવી રહ્યો છે. જો કે બેંકનાં ગ્રાહકોને તેમના ખાતામાંથી બચત ખાતું, કરંટ એકાઉન્ટ, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, FASTag, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સહિત તેમના ખાતામાંથી કોઈપણ પ્રતિબંધ વિના બેલેન્સ ઉપાડવા અથવા વાપરવાની મંજૂરી આપવામાં આવશે. પણ પૈસા જમા કરી શકશે નહીં. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.

RBIએ કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ ગ્રાહકો ખાતા, પ્રીપેડ ઈન્સ્ટ્રુમેન્ટ, વોલેટ, ફાસ્ટેગ અને નેશનલ મોબિલિટી કાર્ડમાં પૈસા જમા કરાવી શકશે નહીં. જો કે તેમના ખાતામાં વ્યાજ, કેશબેક અને રિફંડ આવી શકે છે. RBIએ કહ્યું છે કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા કોઈ બેંકિંગ સેવા આપવામાં આવશે નહીં.

ઓડિટ રિપોર્ટ અને બાહરી ઓડિટર્સ દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ બાદ Paytmની બેંકિંગ સર્વિસમાં નિયમોનાં ભંગ અને મેટિરિયલ સુપરવાઇઝરીને લગતી ઘણી બાબતો ઊજાગર થઈ છે. જેના લીધે કેન્દ્રીય બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. આદેશ અનુસાર નવા ગ્રાહકો પર બેનની સાથે-સાથે 29 જાન્યુઆરી 2024 બાદથી હાલનાં કસ્ટમરનાં એકાઉંટ્સમાં પણ ટ્રાંઝેક્શન પર રોક લગાડી દેવામાં આવી છે.

Next Story