દેશમાં સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે બનશે, નીતિન ગડકરીએ જાહેર કર્યો પ્લાન

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર કામ કરી રહી

New Update
દેશમાં સોલર એનર્જીથી ચાલતા ઈલેક્ટ્રીક હાઈવે બનશે, નીતિન ગડકરીએ જાહેર કર્યો પ્લાન

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે કહ્યું હતું કે, સરકાર સૌર ઊર્જાથી ચાલતા ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર કામ કરી રહી છે, જે હેવી-ડ્યુટી ટ્રક અને બસોના ચાર્જિંગની સુવિધા આપશે. ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ ઈલેક્ટ્રીક હાઈવનો પ્લાન જાહેર કર્યો હતો. ગડકરીએ કહ્યું કે સરકાર દેશની જાહેર પરિવહન સિસ્ટમ વીજળી આધારિત બનાવવા માગે છે. સરકાર ઇલેક્ટ્રિક ગતિશીલતા માટે સૌર અને પવન ઉર્જા આધારિત ચાર્જિંગ સિસ્ટમ્સને ભારપૂર્વક પ્રોત્સાહિત કરી રહી છે.

ગડકરીએ કહ્યું કે અમે ઇલેક્ટ્રિક હાઇવે વિકસાવવા પર પણ કામ કરી રહ્યા છીએ, જે સૌર ઊર્જાથી સંચાલિત થશે અને સફરમાં ભારે-ડ્યુટી ટ્રક અને બસોના ચાર્જિંગની સુવિધા આપશે. આ ઉપરાંત ઓવરહેડ પાવર લાઇન દ્વારા પણ ભારે વાહનોને વીજળીનો પૂરવઠો મળી રહેશે.

ગડકરીએ 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બાંધવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર ટોલ પ્લાઝાને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની દિશામાં પણ કાર્યરત છે આ માટે 26 ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું નિર્માણ ચાલી રહી છે.

Latest Stories