Connect Gujarat
ટેકનોલોજી

ગગનયાનની પ્રથમ ટેસ્ટિંગ માટે ઉડાન ભરી, ISROએ ફ્લાઈટ TV-D1નું પરીક્ષણ કર્યું…..

ગગનયાનની પ્રથમ ટેસ્ટિંગ માટે ઉડાન ભરી, ISROએ ફ્લાઈટ TV-D1નું પરીક્ષણ કર્યું…..
X

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચિંગને અટકાવવામાં આવ્યુ છે. ગગનયાન મિશન માટે ટેસ્ટ ફ્લાઈટ TV-D1 સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ સાવચેતીના પગલે ટેસ્ટિંગનો સમય 30 મિનિટ આગળ કર્યો હતો, જો કે ખરાબ હવામાનને કારણે ISROએ ગગનયાનનું પરિક્ષણ વધુ થોડા સમય માટે રોકવાનો નિર્ણય લીધો હતો. જો કે હવે ISROએ ગગનયાન મિશનની પ્રથમ ટ્રાયલમાં ફ્લાઈટ TV-D1નું પ્રથમ પરીક્ષણ કર્યું છે.

ISRO નું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણેઆ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.

Next Story