/connect-gujarat/media/post_banners/e2fcd150b351626053d7b9b364eed52ffc87c8fb76a4ef21f00940c71556e11d.webp)
ટ્વિટરના માલિક એલન મસ્કનો મોટો સંકેત, જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે આર્ટીકલ (સમાચાર) વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક એલન મસ્કે શનિવારે યુઝર્સને એક મોટો સંકેત આપ્યો છે. વાત જાણે એમ છે કે, મસ્કે ટ્વીટ કર્યું કે, હવે યુઝર્સે પ્રતિ આર્ટીકલ (સમાચાર)ના આધારે ફી ચૂકવવી પડશે. આ સાથે જો યુઝર્સ માસિક સબસ્ક્રિપ્શન માટે સાઇન અપ નથી કરતા, તો તેમણે આર્ટીકલ (સમાચાર) વાંચવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મસ્કે કહ્યું ઘણા લોકો માટે આ આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની જશે..
અને તેમને તમારા (વપરાશકર્તાઓ) માટે સારી સામગ્રી બનાવવામાં વધુ સમય પસાર કરવા માટે દબાણ કરશે. એલન મસ્કે વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક દૂર કરવાની જાહેરાત કરી હતી. મસ્કએ કહ્યું હતું કે, જે યુઝર્સ બ્લુ ટિક માટે પેમેન્ટ નહીં કરે તેમને બ્લુ ટિક નહીં મળે. એલન મસ્કે 12 એપ્રિલે બ્લુ ટિક વિશે ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી વેરિફાઈડ એકાઉન્ટમાંથી લેગસી બ્લુ ટિક માર્ક હટાવવામાં આવશે. તેણે ટ્વીટ કરીને લખ્યું, લેગસી બ્લુ ચેકમાર્ક 20 એપ્રિલથી હટાવી દેવામાં આવશે. મસ્ક પહેલાથી જ જાહેરાત કરી ચૂક્યા છે કે, જો બ્લુ ટિકની જરૂર પડશે તો તેના માટે માસિક ચાર્જ ચૂકવવો પડશે.