WhatApp પર થશે હવે HD ફોટોની આપ-લે, ખુદ માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત....

આખી દુનિયામાં લગભગ 2 બિલિયનથી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

WhatApp પર થશે હવે HD ફોટોની આપ-લે, ખુદ માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત....
New Update

મેસેજિંગ અને કોલિંગ માટે દુનિયાભરમાં WhatAppનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. આખી દુનિયામાં લગભગ 2 બિલિયનથી વધુ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આજ કારણ છે કે કંપની પોતાના ગ્રાહકોની સુવિધા માટે નવા નવા ફીચર્સ અને અપડેટ્સ લાવતી રહે છે. હવે કંપનીએ WhatApp યુઝર્સને એક મોટી અપડેટ આપી છે. જેની છેલ્લા ઘણા મહિનાથી ડિમાન્ડ થઈ રહી છે. જો તમે પણ WhatApp યુઝર્સ છો તો તમે પણ સરળતાથી HD ક્વોલિટીના ફોટો સેન્ડ કરી શકશો.

અત્યાર સુધી જ્યારે WhatApp પર હાઇ રિઝોલ્યૂશનના ફોટા સેન્ડ કરવામાં આવતા હતા તો તેની ક્વોલિટી ડાઉન થઈ જતી હતી અને સાઇઝ પણ કંપ્રેશ ઠ જતી હતી. પરંતુ હવે તમે સરળતાથી હાઇ રિઝોલ્યુશનના ફોટા સેન્ડ કરી શકશો. ગુરુવારે સાંજે એટલે કે આજે સાંજે એચડી ફોટો ફીચર્સ બધા યુઝર્સ માટે રીલીઝ કર્યું છે.

· આ રીતે મોકલી શકો છો HD PHOTO…

વોટ્સઅપમાં હેચડી ફોટો મોકલવા માટે સૌ પ્રથમ તમારે વોટ્સઅપનું લેટેસ્ટ વર્ઝન અપડેટ્સ કરું જોઈશે. એપ્લિકેશન અપડેટ થયા બાદ તમને વોટ્સઅપ એક hd બટન ફોટો શેરિંગ ટેબ જોવા મળશે. તમે તેના પર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન મળશે. જેમાં સ્ટાન્ડર્ડ સાઇઝ અને એચડી સાઈઝના ઓપસન જોવા મળશે. જો તમે હેચડી ક્વોલિટીમાં ફોટો સેન્ડ કરવા માંગો છો તો તમારે હેચડી નું ઓપસન પસંદ કરવાનું રહેશે.

#India #Connect Gujarat #BeyondJustNews #WhatsApp #Apps #Mark Zuckerberg #Messanger #HD photos #exchanged
Here are a few more articles:
Read the Next Article