/connect-gujarat/media/post_banners/b631311985b1741c48cef16b39bce0eefc6a7081bc634a61a3feb4d00fc7e719.webp)
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધમાં ભારતે પણ હવે તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની કમર કસી છે. એક અહેવાલ પ્રમાણે હવે ભારત પણ તેની પોતાની આયરન ડોમ બનાવવાની યોજના ઘડી રહ્યું છે. એવિ શક્યતાઓ છે કે દેશના અનેક મહત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડોમ સિસ્ટમ તહેનાત કરવામાં આવશે. જે લડાકુ વિમાન, ડ્રોન અને મિસાઇલ જેવા હુમલાથી દેશની સુરક્ષામાં વધારો કરશે. જો કે આ મામલે સૈન્ય કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કેવી રીતે કામ કરે છે આ દેશી આયરન ડોમ
જેવી જ રીતે રડારને રોકેટની જાણકારી મળે છે તો સિસ્ટમ માહિતી એકઠી કરે છે કે રોકેટ કોઈ વસતી તરફ જઈ રહ્યું છે કે નહીં. જો એવું હોય તો આ સિસ્ટમ મિસાઈલ લોન્ચ કરે છે અને રોકેટને હવામાં જ નષ્ટ કરી દે છે. એક અહેવાલ અનુસાર સૂત્રોએ દાવો કર્યો હતો કે 'પ્રોજેક્ટ કુશા' (Project Kusha) હેઠળ DRDO નવા LR-SAM સિસ્ટમ એટલે કે લોન્ગ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ બનાવી રહ્યું છે. માહિતી અનુસાર લોન્ગ રેન્જ સર્વેલાન્સ અને ફાયર કન્ટ્રોલ રડાર્સવાળા મોબાઈલ LR-SAM માં અલગ અલગ પ્રકારની ઈન્ટરસેપ્ટર મિસાઈલો પણ હશે જે 150 કિ.મી., 250 કિ.મી. અને 350 કિ.મી.ન. રેન્જ સુધીના શત્રુઓને હવામાં નિશાન બનાવી શકે છે.