ISRO એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું શરૂ, આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો કરશે લોન્ચ

ISRO એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ કર્યું શરૂ, આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો કરશે લોન્ચ
New Update

વિજ્ઞાનની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. વાસ્તવમાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે ગુરુવારે (28 ડિસેમ્બર) કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 ઉપગ્રહો લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, આમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારની તસવીરો લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના સ્તરની રચનાનો સમાવેશ થશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઇવેન્ટ 'ટેકફેસ્ટ'ને સંબોધતા સોમનાથે જણાવ્યું હતું કે ફેરફારોની જાણકારી મેળવવા, ડેટાનું વિશ્લેષણ કરવા, AI-સંબંધિત અને ડેટા આધારિત પ્રયત્નો કરવા માટે ઉપગ્રહોની ક્ષમતાને વધારવી મહત્વપૂર્ણ છે.

#India #ConnectGujarat #Launching #ISRO #major project #50 satellites #next five years
Here are a few more articles:
Read the Next Article