ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની METAએ કરી એક મોટી જાહેરાત, બ્લુ ટિક માટે ચૂકવી પડશે આટલી કિંમત

New Update
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચલાવતી કંપની METAએ કરી એક મોટી જાહેરાત, બ્લુ ટિક માટે ચૂકવી પડશે આટલી કિંમત

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ચલાવતી કંપની METAએ હાલ એક મોટી જાહેરાત કરી છે. મેટાએ આખરે ભારત માટે પણ વેરિફિકેશન સર્વિસ શરૂ કરી છે. એ વાત તો નોંધનીય છે કે મેટાનું બ્લુ સબસ્ક્રિપ્શન કેનેડા જેવા દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ભારતની સાથે અન્ય ઘણા દેશોમાં પણ મેટા વેરિફાઈડ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

Advertisment

જણાવી દઈએ કે મેટા વેરિફાઈડ હેઠળ લોકોને બ્લુ ટિક મળશે અને આ સિવાય ઘણા પ્રકારના એક્સક્લુઝિવ ફીચર્સ પણ મળશે. મેટા વેરિફિકેશન હેઠળ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને પૈસા ચૂકવીને પણ વેરિફાઈ કરી શકાય છે. ભારતમાં, iOS અને Android એપનો દર મહિને રૂ. 699નો ખર્ચ થશે, જ્યારે વેબનો દર મહિને રૂ. 599 થશે. પેમેન્ટ કરીને વેરિફિકેશન કરાવનારા યુઝર્સને બ્લુ ટિક મળશે. આ માટે સરકારી આઈડી કાર્ડ આપવું પડશે.

નોંધનીય છે કે Meta એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેની પેઈડ સબસ્ક્રિપ્શન સર્વિસ 'Meta Verified' લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે આ સેવા ફક્ત યુએસમાં જ ઉપલબ્ધ કરાવી હતી. આ પછી તેને યુકેમાં 16 માર્ચે અને કેનેડામાં 31 માર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે નવીનતમ અપડેટમાં જાણવા મળ્યું છે કે આ સુવિધા ભારતીય યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવી છે. પેઇડ વેરિફાઇડ એકાઉન્ટને કંપની તરફથી ઘણી વિશેષ સુવિધાઓનો લાભ આપવામાં આવશે.

Advertisment